લોકસભા 2024ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેએ થવાનું છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત છે. અગાઉ અનેક નેતાઓએ રાજીનામાં આપીને પાર્ટીને રામ-રામ કર્યા છે. અને નારાજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.