ગુજરાત વિધાનસભાની ચૂટણીને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળે છે. આ દરમિયાન કોંગ્રેસના ઘણા નેતાઓએ રાજીનામા આપ્યા છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો છેડો છોડ્યો છે. ટિકિટ ન મળવાથી ઘણા નેતાઓ નારાજ થયા અને પાર્ટીનો સાથ છોડી દીધો હતો. આ દરમિયાન વધુ એક કોંગ્રેસ નેતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એટલુ જ નહી પરંતુ તેમણે ધારાસભ્યના પદેથી પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ દિવસે દિવસે પોતાના વફાદાર નેતાઓનો ભરોસો તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે.