ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમદાવાદમાં છે. કોરોના વાયરસે અમદાવાદ માહિતીખાતાના કર્મચારીઓને પોતાની ચપેટમાં લીધા છે. આજે (બુધવારે) માહિતી ખાતાના વધુ 4 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવી દઈએ કે, અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટિંગ કરતા અધિકારીનો મંગળવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદ માહિતી ખાતાના આજે વધુ ચાર કર્મચારી સહિત કુલ પાંચ વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમાં સિનિયર સબ એડિટર, કેમેરામેન, ટ્રાન્સલેટર અને ટ્રેનિંગ આવતા યુવકનો સમાવેશ થાય છે. આમ અમદાવાદ માહિતી ખાતામાં અત્યાર સુદી 5 અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી વિભાગમાં ભયનો માહોલ છે.