સાબરમતી ગુરુકુળ શાળાની એક કાર શહેરમાં વાડજ રીવરફ્રન્ટ પાસે બેકાબૂ બનીને પાસેની ઝૂંપડપટ્ટીમાં ઘૂસી ગઈ હતી. બનાવમાં ચાર બાળકો અને કારનો ડ્રાયવર ઈજાગ્રસ્ત બન્યા હતા. આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં વાડજ રીવરફ્રન્ટ ખાતે બપોરે બેકાબૂ કાર ઝૂંપડાંઓમાં ઘૂસી ગઈ હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.