રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપના સૌથી મોટા સંગઠન અમદાવાદ શહેર હજુ પણ નવા શહેર પ્રમુખની જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. શહેર પ્રમુખ એ સંગઠનના મુખ્ય વડા છે તેવા સંજોગોમાં ચૂંટણી લડાવાની સૌથી મોટી જવાબદારી પણ શહેર પ્રમુખ પર હોય છે. પણ હજુ સુધી અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના પ્રમુખોની જાહેરાત થઈ નથી. ભાજપે પોતાના 39 શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત 1 મહિના પહેલા જ કરી નાંખી, પણ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પ્રમુખની નિયુક્તિઓ લટકી પડી છે. જેના કારણે સંગઠનની સંરચના પણ અટકી પડી છે. જો કે ભાજપનો દાવો છે કે નવું સંગઠન જાહેર ન થાય તો પણ જૂના સંગઠનના હોદ્દેદારોના આધારે જ ચૂંટણી લડાતી હોય છે.