ઉત્તર પ્રદેશમાં 25 હજાર હોમગાર્ડ બેરોજગાર થઈ ગયા છે. યોગી સરકારે સોમવારે બજેટનો હવાલો આપીને તેમની ડ્યૂટી ખતમ કરી નાખી છે. રિપોર્ટ અનુસાર, તેમનું વેતન પોલીસ અનુસાર કર્યા પછી રાજ્ય સરકારના બજેટ પર બોજો વધી ગયો હતો. તેને બેલેન્સ કરવા માટે હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા.
કાનૂન વ્યવસ્થામાં ફરજ બજાવતા હોમગાર્ડની સંખ્યામાં 32 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. ADGના આદેશ પછી 25 હજાર હોમગાર્ડની સેવાઓ ખતમ કરી દેવામાં આવી છે. ADG પોલીસ અધિકારી બીપી જોગદંડે આ આદેશ જાહેર કર્યો છે. 28 ઓગસ્ટે મુખ્ય સચિવની બેઠકમાં તેમને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 40 હજાર હોમગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવ્યા છે. હવેથી હોમગાર્ડને 25 દિવસના બદલે 15 દિવસ સુધી જ ફરજ બજાવવાની રહેશે.