દેશમાં કોરોના સંકટ (Coronavirus Pandemic)ની વચ્ચે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજ્યોમાં ટેસ્ટિંગ (Corona Testing)ની સંખ્યા વધારવી પડશે અને કડકાઈથી સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું પાલન કરવું પડશે, નહીં તો કોરોના ફરી ચિંતા વધારી શકે છે. વડાપ્રધાને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવાની વાત કહી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જનતાને પેનિક મોડમાં નથી લાવવા પરંતુ કોરોનાની વેવને અહીં નહીં રોકીએ તો ચિંતા વધી જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું કે, દુનિયામાં અનેક કોરોના પ્રભાવિત દેશ એવા છે, જ્યાં કોરોનાની અનેક લહેર સામે આવી છે. આપણે ત્યાં પણ કેટલાક રાજ્યોમાં અચાનકથી કેસ વધવા લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પોઝિટિવ કેસ વધ્યા છે. વડાપ્રધાને કહ્યું કે જો કોરોનાના આ વેવને અહીં રોકવામાં નહીં આવે તો દેશવ્યાપી અસર જોવા મળી શકે છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે, ગામોમાં ફેલાયેલા કોરોનાને રોકવો મુશ્કેલ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવી જોઈએ. તેલંગાના-આંધ્ર પ્રદેશ-ઉત્તર પ્રદેશમાં વેક્સીન વેસ્ટના આંકડા 10 ટકા સુધી પહોંચ્યા છે. તે બિલકુલ થવું ન જોઈએ. દેશમાં આપણે લોકો સરેરાશ 30 લાખ વેક્સીન ડોઝ આપી રહ્યા છે. એવામાં આ ઝડપથી વધવાનું છે અને વેક્સીનના બગાડને રોકવો પડશે.
PM મોદીએ આ ઉપરાંત કહ્યું કે, ટેસ્ટ-ટ્રેક અને ટ્રીટને ફરીથી ગંભીરતાથી લેવા જોઈએ. ટેસ્ટિંગની સંખ્યાને વધારવી પડશે. RT-PCR ટેસ્ટની સંખ્યા 70 ટકાથી ઉપર લાવવી જોઈએ. કેરળ-ઉત્તર પ્રદેશ-છત્તીસગઢમાં રેપિડ ટેસ્ટિંગ જ કરવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.