મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અને નાંદેડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણના બનેવી અને પૂર્વ સાંસદ ભાસ્કરરાવ પાટીલ ખટગાંવકર અને તેમની બહેન ડો. મીનલ પાટીલ ખટગાંવકર તથા પૂર્વ ધારાસભ્ય ઓમ પ્રકાશ પોકર્ણા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.