ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી ચૂંકવવા તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવમાં આવતી પરીક્ષાના ફોર્મની ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. આ પહેલા ઉમેદવારો 111 રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરી શક્તા હતા.