દેશભરમાં કોરોનાની બીજી લહેરની ધીમી પડેલી રફતાર વચ્ચે નવા કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે આવેલી આધારવાડી જેલમાં 20 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ તંત્રમાં હલચલ મચી ગઈ છે.
તમામને થાણેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ પહેલા એપ્રિલમાં પણ આ જેલમાં 30 કેદીઓ સંક્રમિત થયા હતા. દરમિયાન મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1715 કેસ સામે આવ્યા છે. આમ તો આ આંકડો ઓછો છે પણ બીજા રાજ્યોની સરખામણીમાં વધારે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 1.39 લાખ લોકોના મોત થયા છે.