ભારતીય નૌકાદળે તેના સ્પેશિયલ કમાન્ડો ફોર્સ MARCOSના દરવાજા મહિલાઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે. આર્મી, નેવી અને એરફોર્સના કેટલાક મજબૂત સૈનિકોને સામેલ કરીને તેમના વિશેષ દળોની રચના કરવામાં આવે છે. આ ફોર્સમા સૈનિકો સખત તાલીમમાંથી પસાર થાય છે. આ કમાન્ડો ખતરનાક વિસ્તારોમાં દરેક રીતે દુશ્મનને ઝડપથી અને ચોરી છૂપીથી જવાબ આપવામાં સક્ષમ હોય છે. MARCOS કમાન્ડો ફોર્સમાં અત્યાર સુધી માત્ર પુરુષો જ જોડાઈ રહ્યા હતા. આ દૃષ્ટિએ નૌકાદળનો આ નિર્ણય ઐતિહાસિક છે.