નેશનલ ઈલેક્ટ્રીસીટી પ્લાન પ્રમાણે કામ થશે તો 2027 સુધીમાં ભારતને 56 ટકાથી વધુ ઉર્જા રિન્યૂએબલ સોર્સમાંથી મળતી થઈ જશે. ડ્રાફ્ટ મુજબ જો ભારત પેરિસ એગ્રીમેન્ટ મુજબ 175 GWનો લક્ષ્યાંક હાંસલ કરશે તો પછી નવા યુનિટ નાંખવાની જરુર નહીં રહે. નેશનલ ઈલેક્ટ્રીસીટી પ્લાન દર 5 વર્ષે તૈયાર થાય છે, જેમાં 5 વર્ષના કામનો રિવ્યૂ થાય અને આગામી દાયકાનું આયોજન થાય છે.