ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. આદિવાસી નેતા એવા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ધીરુભાઈ ભીલ હજારો સમર્થકો સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. આજે ધીરુભાઈના નિવાસ સ્થાન એવા નસવાડીના કેસરપુરા ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયો જેમાં કોંગ્રેસના ધીરુભાઈ ભીલ સહિત જિલ્લા પંચાયત અને હજારો કાર્યકર્તાઓને ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કરાયા.