લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલ્યું છે. જેમાં તેમણે અંગત કારણો સર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તળપદા કોળી સમાજના આગેવાન અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.