ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કોંગ્રેસ તેના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યારે આપે પોતાના સીએમ પદના ઉમેદવારની જહેરાત કરી છે. ત્યારે બીજી તરફ પક્ષ બદલવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. એક તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનો સાથ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. તો બીજી તરફ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જય નારાયણ વ્યાસે ભાજપમાંથી છેડ્યો ફાડ્યો છે. જેથી ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.