રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી 11 માર્ચ અને 25 માર્ચ 2023ના રોજ જાહેર રજાના દિવસોએ રાજ્યના 18 જિલ્લાની બાવન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ બંને દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-2(વાડજ), અમદાવાદ-4(પાલડી), અમદાવાદ-6(નરોડા), અમદાવાદ-8(સોલા), અમદાવાદ-9(બોપલ), અમદાવાદ-11(અસલાલી), અમદાવાદ-12(નિકોલ), અમદાવાદ-14(દસ્ક્રોઈ), ધોળકા, સાણંદ, સુરત જિલ્લાની સુરત-1(અઠવા), સુરત-2(ઉધના), સુરત-3(નવાગામ), સુરત-4(કતારગામ), સુરત-5(અલથાણ), સુરત-6(કુંભારીયા), સુરત-7(હજીરા), સુરત-10(નાનપુરા), કામરેજ, માંગરોળ, ઓલપાડ, પલસાણામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે.
વડોદરા જિલ્લાની અકોટા, ગોરવા, વડોદરા-5 (બાપોદ), ભાવનગર જિલ્લાની ભાવનગર-1 (સીટી), મહેસાણા જિલ્લાની કડી અને મહેસાણા, મોરબી જિલ્લાની મોરબી, નવસારી જિલ્લાની નવસારી અને જલાલપોર, રાજકોટ જિલ્લાની રાજકોટ-2(મોરબી રોડ), રાજકોટ-3(રતનપર), રાજકોટ-4(રૈયા), રાજકોટ-5(મવા), લોધીકા અને ગોંડલમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે.
ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર, દહેગામ તથા કલોલ, ખેડા જિલ્લાની નડિયાદ, કચ્છ જિલ્લાની ભુજ, આણંદ જિલ્લાની આણંદ, બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ભરૂચ જિલ્લાની ભરૂચ તથા અંકલેશ્વર, બોટાદ જિલ્લાની બોટાદ, જામનગર જિલ્લાની જામનગર-1 તથા જામનગર-2, પંચમહાલ જિલ્લાની ગોધરા અને વલસાડ જિલ્લાની વલસાડ તથા વાપી એમ મળી કુલ-53 (બાવન) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. 11 માર્ચ તથા 25 માર્ચના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.