ભારતમાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એક તરફ જ્યાં અનલૉક-6માં વધુ છૂટ આપવામાં આવી રહી છે, બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 46,254 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 514 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 83,13,877 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 76 લાખ 56 હજાર 478 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,33,787 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,23,611 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. રાહત આપતી વાત એ છે કે ભારતમાં હવે રિકવરી રેટ 92 ટકા સુધી પહોંચી ગયો છે.