વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આશા વ્યક્ત કરી હતી કે ડિજિટલ ટ્રાન્ઝેકશન ટૂંક સમયમાં રોકડ કરતા વધી જશે કારણકે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) ઝડપથી દેશમાં સૌથી વધુ પસંદગીપાત્ર પેમેન્ટ વ્યવસ્થા બની રહી છે.
મોદીએ યુપીઆઇ અને સિંગાપોરના પે નાઉની વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીના લોન્ચ પછી જણાવ્યું હતું કે ૨૦૨૨માં ભારતમાં યુપીઆઇ દ્વારા ૭૪ અબજ વ્યવહારો થયા હતાં જેનું કુલ મૂલ્ય ૧૨૬ લાખ કરોડ રૃપિયા એટલે કે ૨ લાખ કરોડ સિંગાપોર ડોલર હતું.