સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલ રકમ ૨૦૨૨માં ૧૧ ટકા ઘટીને ૩.૪૨ અબજ સ્વીસ ફ્રેન્ક (૩૦,૦૦૦ કરોડ રૂપિયા) રહી છે તેમ સ્વીટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારતીય કંપનીઓ અને ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલ રકમ ૩.૮૩ અબજ સ્વીસ ફ્રેન્ક હતી. જે ૧૪ વર્ષની સૌથી વધુ રકમ હતી.