કોરોના મહામારી અને આર્થિક લોકડાઉનના પરિણામે વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતના જીડીપી ગ્રોથરેટમાં મોટો ફટકો પડયા બાદ માથાદીઠ જીડીપીના મામલામાં બાંગ્લાદેશ ભારતને પછડાટ આપવાની તૈયારીમાં છે. આઇએમએફના રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની માથાદીઠ જીડીપીમાં ૧૦.૩ ટકાનો ઘટાડો નોંધાશે. આ અનુમાન સાચંુ પડયું તો ભારત બાંગ્લાદેશ કરતાં પણ નીચલા ક્રમે ધકેલાઈ જશે. ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ સમાપ્ત થઈ રહેલા નાણાકીય વર્ષમાં ભારતનો પ્રતિ વ્યક્તિ જીડીપી ૧,૮૮૭ ડોલર પર આવી જશે. જ્યારે બાંગ્લાદેશનો પ્રતિ વ્યક્તિ જીડીપી ૨૦૨૦માં ૪ ટકા વધીને ૧,૮૮૮ ડોલર પર પહોંચશે.