ચાલુ વર્ષે ૧૩ નવેમ્બર સુધીમાં દેશની એરલાઇન્સને ૯૯૪ જૂૂઠી બોંબ ધમકીઓ મળી હતી અને આવી ધમકીઓને રોકવા માટે મજબૂત પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજય કક્ષાના પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૨૨થી ૧૩ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં એરલાઇન્સને ૧૧૪૩ જૂઠી બોંબ ધમકીઓ મળી હતી.