ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની ભારત યાત્રા પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરને વાગોળવાનું શરૂ કર્યું. ઈમરાને કહ્યું કે, આતંરરાષ્ટ્રીય મીડિયા કાશ્મીરના મુદ્દાને અવગણી રહી છે.
કાશ્મીર પર આતંરરાષ્ટ્રીય મીડિયાના વર્તન પર નિશાનો સાધતા ઈમરાને કહ્યું કે, હોંગકોંગના વિરોધ પ્રદર્શનોનો વિરોધ કરનારાની હેડલાઈન બનાવનારા આંતરરાષ્ટ્રીય મીડિયા કાશ્મીર જેવા ગંભીર સંકટને અવગણી રહી છે. ઈમરાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ચાર્ટર અનુસાર નિકાલ લાવવાની વકાલત કરી છે.
આ પહેલા પણ ઈમરાન ખાન કાશ્મીરનો મુદ્દો વૈશ્વિક સ્તરે ઉઠાવવાની કોશિશ કરી ચૂક્યા છે. જોકે, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક નેતાઓનું કાંઈ ખાસ સમર્થન મળ્યું નહિ. એવામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ભારતની બે દિવસીય મુલાકાત પર આવ્યા છે.