પાકિસ્તાનમાં અભૂતપૂર્વ પરિસ્થિતિ સર્જાઈ છે. કાર્યવાહક વડાપ્રધાન ઈમરાન ખાનની ભલામણથી નેશનલ એસેમ્બલી ભંગ કરી દેવાઈ છે. તેમણે દેશને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ પરિસ્થિતિમાં ઈમરાન ખાન સરકારને તોડી પાડવાની યોજના બનાવી રહેલા વિપક્ષ પાસે મર્યાદિત વિકલ્પો રહ્યા છે.
પાકિસ્તાનના વિરોધ પક્ષો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ સંસદમાં તેમનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયથી ખૂબ જ નારાજ છે. તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બીજીબાજુ વિપક્ષે સંસદમાં પોતાનો સ્પીકર પસંદ કર્યો, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવ્યું. જોકે, આ બધા વચ્ચે વિપક્ષ પાસે હવે શું વિકલ્પો છે તે સવાલો ચર્ચાવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટ બારના અધ્યક્ષ અહસાન ભૂને કહ્યું કે વડાપ્રધાન અને ડેપ્યુટી સ્પીકરની કાર્યવાહી ગેરબંધારણીય હતી. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવો જોઈએ.