પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એ છેવટે સ્વીકારી લીધું છે કે તેમના દેશની જમીનનો ઉપયોગ જેહાદીઓને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈમરાને સ્વીકાર્યુ કે સોવિયત સંઘ ની વિરુદ્ધ જેહાદ કરવા માટે પાકિસ્તાને 80ના દશકમાં જેહાદીઓને ટ્રેનિંગ આપી. એટલું જ નહીં, તેઓએ એવો પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાને સફળતાં ન મળતાં તેમના દેશને દોષી કહેવું ખોટી બાબત છે.
રશિયાની ટીવી ચેનલ રશિયા ટુડ ને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું કે, જ્યારે સોવિયતે અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો, તે દિવસોમાં 80ના દશકમાં અમે આ મુજાહિદીન લોકોને સોવિયતની વિરુદ્ધ જેહાદ કરવા માટે ટ્રેનિંગ આપી હતી. આ લોકોને પાકિસ્તાન દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા, જેનું ફંડિંગ CIA કરી રહ્યું હતું.