બસપા સુપ્રીમો માયાવતી દ્વારા હાથરસ અને અન્ય બળાત્કારની ઘટનાઓ મુદ્દે ઉત્તરપ્રદેશની યોગી સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમણે હાથરસ અને બલરામપુરની ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી રાજ્ય સંભાળી શકવા સક્ષમ નથી. ભાજપે તેમના બદલે કોઈ સક્ષમ સીએમની નિમણૂક કરવી જોઈએ અથવા તો કેન્દ્ર રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દે. સંઘના દબાણને કારણે ભાજપે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પડયા છે. રાજ્યમાં ગુંડા અને બળાત્કારીઓનું રાજ ફેલાયેલું છે. તેમને પાછા ગોરખનાથ મઠ મોકલી દેવા જોઈએ. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડેલા છે. ગુંડા, બદમાશો, માફિયા, બળાત્કારીઓ અને અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. વર્તમાન સરકારના રાજમાં બહેન-દીકરીઓ બિલકુલ સુરક્ષિત નથી.