એસોસિયેશન ઓફ સેલ્ફ-ફાઇનાન્સ આયુર્વેદ કોલેજીસ ઓફ ગુજરાત અને અન્યોની વિવિધ અરજીઓને ફગાવી કાઢતાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ આદેશમાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસોના તથ્યોને જોતાં આયુર્વેદ અને હોમિયોપેથીના પ્રોફેશનલ મેડિકલ કોર્સિસમાં પ્રવેશની લાયકાત માટે NEETની પરીક્ષા કાયદાની જોગવાઇઓ પ્રમાણે ફરજિયાત છે. સાથે જ હાઇકોર્ટે NEETની પરીક્ષા વિના અપાયેલા પ્રવેશને ગેરકાયદેસર હોવાનું ઠેરવ્યું છે.