GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. GPSCની ભરતી પરીક્ષાની (GPSC Exam) તારીખમાં ફેરફાર કરાયો છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 13મી એપ્રિલની જગ્યાએ 17મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હોવાનાં કારણે આ ફેરફાર કરાયો છે. GPSC નાં ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.