રાજકોટ અગ્નિકાંડ મામલે ગૃહમંત્રીની SITના સભ્યો સાથે મહત્વની બેઠક મળી. બેઠકમા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા. SIT ના સભ્ય સુભાષ ત્રિવેદી, જે એન ખડીયા, બચ્છાનિધિ પાની, એચ પી સંઘવી, એમ બી દેસાઈ, SIT દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરી. SIT વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યુ કે IAS હોય કે આઈપીએસ હોય જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે. પીજીવીસીએલ ફાયર કોર્પોરેશન પોલીસમાં તમામ સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે સસ્પેન્ડ અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધાશે કે નહીં તે નીતિવિષયક બાબત છે.