મહાઠગ કિરણના ધોડાસર ખાતે આવેલા ભાડાના બંગલોમાં ક્રાઈમબ્રાંચે સર્ચ કરતા પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના શિલજ ખાતેના બંગલોનું વાસ્તુ કર્યું તેની આમંત્રણ પત્રીકાઓ, જૂની અને નવી ચાવીઓનો ઝૂમખો, બંગલાના નકશાની ઝેરોક્ષ, બેંકની વિગતો તેમજ રૂ.૧૦૦ના ત્રણ અને રૂ.૫૦નો એક એમ ચાર કોરા સ્ટેમ્પ મળી આવ્યા હતા. ક્રાઈમબ્રાંચને કિરણના પાંચ બેંક એકાઉન્ટ મળ્યા જેમાં બે એકાઉન્ટ પત્ની સાથે જોઈન્ટમાં હોવાની વિગતો ખુલી છે. ચાર બેંક એકાઉન્ટની વિગતો પોલીસને મળી નથી જ્યારે એક બેંક એકાઉન્ટમાં નજીવી રકમ પડી હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમબ્રાંચે આરોપીનું બેંક લોકર, એફડી, શેર ક મ્યુચ્યુઅલ ફંડ સહિત