અમદાવાદમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. શહેરમાં વાહન ચાલકોની હાલત વધારે કફોડી છે. ટ્રાફિક સિગ્નલ ઉપર બપોરે ભર તડકામાં ઉભુ રહેવું પડે છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે.
બે દિવસના પ્રાયોગિક ધોરણે શહેરના દરેક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ૧ થી ૪ વચ્ચે બંધ રાખવા માટેના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગમાં સફળતા મળે તો વધુ રાહત મળી શકે એમ છે અને તેના દિવસો લંબાવવામાં આવે તેવી શક્યતા છે