તા. 8 ફેબ્રુઆરી 2021થી એટલે કે, આગામી સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે. હોસ્ટેલ રિ-ઓપન કરવા અંગે પણ SOP જાહેર કરવામાં આવી.
રાજ્રય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.