ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ કર્મચારીઓને પોતાની સંપત્તિની તમામ વિગતો આપવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકારના પાંચ લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે. વિગતો નહીં આપનારા કર્મચારીઓ સામે આકરાં પગલાં લેવાશે.