રાજ્ય સરકારના એક ચોંકાવનારા નિર્ણયમાં, 30 જેટલા ધારાસભ્યોની વ્યક્તિગત સુરક્ષા જવાનોને પરત બોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, આ નિર્ણય અચાનક લેવાયો નથી. ગૃહ વિભાગ, પોલીસ અને આઈબી(IB)ના અધિકારીઓ દ્વારા કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ દર ત્રણ કે છ મહિને તેની સમીક્ષા કરવામાં આવતી હોય છે. આ સમીક્ષામાં સુરક્ષાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરીને આ નિર્ણય લેવામાં આવે છે. આ નિર્ણયથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.