છેલ્લા થોડા સમયથી રાજ્યનો શિક્ષણ વિભાગ (Educarion department ) અવનવા અખતરા કરી રહ્યું છે. એમાંના મોટાભાગના અખતરા વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ લર્નિગ અને ભાર વગરના ભણતર માટેના છે. આવા જ એક પ્રયોગ સ્વરુપ પરિપત્ર રાજ્યના (Gujarat) શિક્ષણ વિભાગે બહાર પાડયો છે. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક કાયદામાં કરવામાં આવેલા નવા ફેરફાર અનુસાર હવે કોઈ પણ બાળકને જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓ ધોરણ-1માં પ્રવેશ નહી મેળવી શકે.
શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. નવા નિયમનો અમલ 2023-24થી કરાશે. હાલમાં પ્લે સ્કૂલ તેમજ નર્સરીને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને અગવડતા ન પડે માટે રાજ્ય સરકારે નવા પરિપત્રનુ અમલીકરણ આગામી 2023-24 ના વર્ષથી કરવાનુ નક્કી કર્યુ છે. પરંતુ, શિક્ષણ વિભાગનાં પરિપત્ર દ્વારા તેની આગોતરી જાણ વાલીઓને કરવામાં આવી રહી છે. જેથી વાલીઓ નવા નિર્ણય માટે માનસિક રીતે તૈયાર રહી શકે.