રાજયમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. રાજ્યમાં કોરોના કેસનો આંકડો 4395 થઈ ગયો છે જ્યારે એકલા અમદાવાદમાંજ ત્રણ હજારથી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હવેથી મા વાત્સલ્ય યોજના અને મા અમૃતમ યોજના હેઠળ ગરીબ લોકો કોરોના વાયરસનો ટેસ્ટ મફતમાં કરાવી શક્શે.
તમામ ગરીબ લોકોના કોરોના વાયરસના ટેસ્ટ મફતમાં કરવામાં આવશે. CM રૂપાણીની આ જાહેરાત બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે, હવે લોકો કોરોના વાયરસના ટેસ્ટ માટે આગળ આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ તમામ ગુજરાતની પ્રજાને ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.