સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સાંસદ અધીર રંજન ચૌધરીને લોકસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. જ્યારે ગૌરવ ગૌગોઈને તેમના ડેપ્યુટી તરીકે મુકવામાં આવ્યા છે.કે. સુરેશ પાર્ટીના ચીફ વ્હીપ હશે તથા રવનીત સિંહ બિટ્ટુ, મનિકમ યાગોર લોકસભામાં પાર્ટીના વ્હિપ તરીકે ફરજ બજાવશે.
રાજ્ય સભામાં પાર્ટીના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેને નિમવામાં આવ્યા છે. આનંદ શર્માને તેમના ડેપ્યુટી બનાવાયા છે. પાર્ટીએ અંબિકા સોની, પી .ચિદરમ્બમ, દિગ્વજિય સિંહ તથા કે સી વેણુગોપાલ સાથે જયરામ રમેશને રાજ્ય સભામાં ચીફ વ્હિપની જવાબદારી આપી છે.