વિશ્વભરના શેરબજારોમાં આજે બ્લેક ફ્રાઇડેનું નિર્માણ થવા પામ્યું હતું. અમેરિકાના બોન્ડની ઊપજ વધીને વર્ષની ટોચે પહોંચી જવાના અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્ભરના શેરબજારોમાં કડાકો બોલી ગયો હતો.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ સેન્સેક્સમાં 1939 અને નિફટીમાં 568 પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. બીજી તરફ હૂંડિયામણ બજારમાં પણ આજે અમેરિકન ડોલર સામે રૂપિયામાં ગાબડું નોંધાતા તે 73.47ના તળિયે ઉતરી આવ્યો હતો. જે બંધ બજારે ખાનગીમાં 74 સુધી ઉતરી આવ્યો હતો.