નોટબંધીની અસર કન્ઝ્યુમર ગુડ્ઝ સેક્ટર પર પડી છે. ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને માઈક્રોવેવ ઓવનનું વેચાણ 38 ટકા ઘટ્યું છે. બીજી તરફ કંપનીઓએ નોટબંધીની અસર ખાળવા માટે ભાવવધારો કરવાનું પણ ટાળ્યું છે, તેમ જ ખર્ચકાપના પગલાં ભરવાનું શરુ કર્યું છે.