અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લાભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી (ડિઝાસ્ટર) સાબિત થયું છે. દરિયામાં ૯૦૦ કિ.મી.નું અંતર કાપીને આજે ૧૯૦ કિ.મી.ની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના ૬ કિમીની ગતિએ બપોરે પોરબંદરથી ૩૧૦,દ્વારકાથી ૩૪૦,નલિયાથી ૪૨૦ કિમીના અંતરે આવી પહોંચ્યું હતું અને તેની તીવ્ર અસર આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વૃક્ષો થાંભલા ઉખાડી દેતા તીવ્ર પવન, ૮ ઈંચ સુધી અતિ મુશળધાર વરસાદ, દરિયાના પાણી જમીન પર ઘુસી જવા જેવી તારાજીથી જોવા મળી છે. મૌસમ વિભાગ અનુસાર તા.૧૫ જૂનને ગુરુવારે બપોર સુધીમાં કલાકના ૧૫૦ કિ.મી.ની વિનાશકારી ચક્રાકાર ગતિ સાથે તે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે અને તા.૧૬ સુધી તે કચ્છમાંથી પસાર થઈને રાજસ્થાન ભણી આગળ વધશે.