દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ચાલુ વર્ષે યોજાનારી પહેલા તબક્કાની વસતી ગણતરી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર સુધારવાની કામગીરી મોકૂફ રહે તેવી સંભાવના છે. દેશમાં કોરોના મહામારી ઘટવાના કોઇ અણસાર દેખાતાં ન હોવાથી વસતી ગણતરી અને એનપીઆર સુધારવાની કામગીરી એક વર્ષ વિલંબિત થઇ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે વસતી ગણતરી આવશ્યક કામગીરી નથી. જો તેમાં એક વર્ષનો વિલંબ થશે તો પણ તેનાથી કોઇ નુકસાન થવાનું નથી. વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીનો પહેલો તબક્કો અને એનપીઆર સુધારણા કવાયત શરૂ કરવા અંગે સરકાર દ્વારા હજુ કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોના સંક્રમણના વધી રહેલા કેસના કારણે ૨૦૨૦માં આ કવાયત શરૂ થવાની કોઇ સંભાવના દેખાતી નથી.