કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, જેથી વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીમાં સપડાયું છે. આ વર્ષે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ માઈનસ 4.4 ટકા રહેશે. ભારતના અર્થતંત્ર પર કોરોના મહામારીની ઘેરી અસર થઈ છે. આથી આ વર્ષે તેમાં ધબડકો જોવા મળી શકે છે અને જીડીપી માઈનસ 10.3 ટકા રહેવાનો અંદાજ છે. 2020માં વિશ્વમાં માત્ર ચીનમાં 1.9 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ આગાહી કરી છે. વર્લ્ડ બેન્કે પણ આ વર્ષે ભારતનો જીડીપી માઈનસ 9.6 ટકા રહેવાની આગાહી કરી છે.