ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) આપ્યો છે. IMFએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2025-26માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે, જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. આ સિવાય જીડીપી ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય.