ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ વર્ષ ૨૦૨૩ માટે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો છે. રશિયાનું યુક્રેન વિરુદ્ધનું યુદ્ધ, ફુગાવાનું વધતું દબાણ, વ્યાજ દરોમાં વધારો અને કોરોના મહામારી જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આઇએમએફના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિનો દર ૨.૭ ટકા રહેશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઇમાં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિના દર ૨.૯ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. એટલે કે આઇએમએફએ પોતાના અગાઉના અંદાજમાં ઘટાડો કર્યો છે. આઇએમએફના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ચીનનો જીડીપી ફક્ત ૩.૨ ટકા રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનનો જીડીપી ૨૮.૧ ટકા રહ્યો હતો.