સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોથી તોબા પોકારી ગયું છે. રાજધાની દિલ્હીમાં શિયાળો સતત રેકોર્ડ તોડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે, એટલે કે વિઝિબિલિટી શૂન્ય મીટર હોઈ શકે છે.
આ 13 રાજ્યોમાં 2-3 દિવસ ગાઢ ધુમ્મસની આગાહી
આગાહી મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ આગામી 2-3 દિવસ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. આ સંભાવનાઓને ધ્યાને લઈ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે.
ઠંડીમાં દિલ્હીના હાલ બેહાલ
દિલ્હીમાં આજનો રવિવારનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વચ્ચે લોકોએ હાડ થીજાવતી ઠંડીનો સામનો કર્યો. છેલ્લા 3 દિવસથી દિલ્હીનું લઘુત્તમ તાપમાન હિલ સ્ટેશન કરતા ઓછું નોંધાયું હતું