દિલ્હી-NCRમાં આજે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હાલ ચોમાસું (Monsoon) સક્રિય છે, પરંતુ સારો સૂર્યપ્રકાશ પણ જોવા મળે છે. હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આજે સાંજ સુધીમાં દિલ્હી (Delhi) ના હવામાનમાં પલટો આવી શકે છે. IMDએ આજે દિલ્હી સહિત 14 રાજ્યો માટે ભારે વરસાદનું યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે.