ગત તા. 26ના જન્માષ્ટમી પર્વ પર મધ્યપ્રદેશ તરફથી આવેલી ભારે વરસાદની સીસ્ટમ ડીપ્રેસન સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી ડીપડીપ્રેસનના સ્વરૂપે પસાર થઈને અતિ ભારે વરસાદ વરસાવ્યો અને આ સીસ્ટમ આશ્ચર્યજનક રીતે દરિયામાં જઈને વાવાઝોડામાં ફેરવાઈ હતી.આ વાવાઝોડુ હવે દરિયામાં સમાયું છે અને આજે ઓમાનથી 210 કિ.મી.દૂર દરિયામાં લો પ્રેસર એરિયામાં ફેરવાયું છે. આ સીસ્ટમ ગુજરાતથી દૂર ગઈ ત્યાં આજે મહારાષ્ટ્રના પૂર્વ છેવાડે વિદર્ભ અને તેલંગાણા રાજ્ય ઉપર બંગાળની ખાડીમાંથી આવેલ ડીપ્રેસન સીસ્ટમ ગુજરાત ભણી આગળ વધતા ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રમાં તેનાથી ઓછું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.