ચોથી ઈન્ડિયન મોબાઇલ કૉંગ્રેસ ઇવેન્ટ આજથી એટલે કે 8 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રને વર્ચ્યૂઅલ સંબોધિત કરી. ઉદ્ઘાટન સત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પણ સામેલ થયા. મુકેશ અંબાણીએ ઇવેન્ટને સંબોધિત કરતાં કહ્યું કે, ભારતને આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે. દેશમાં ટૂંક સમયમાં 5G રૅવલ્યૂશન આવશે અને ડિજિટલ ઈન્ડિયાનું સપનું પૂરું થશે. તેની સાથે જ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા મિશનના વખાણ કરતાં તેઓએ કહ્યું કે દેશને વિપત્તિઓ અને મહામારી જેવી તકલીફોના સમયમાં આ મિશને સામાન્ય જનતાનો ઘણો સાથ આપ્યો છે અને આગળ પણ આપણો દેશ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના માર્ગે આવી જ રીતે આગળ વધશે.