રાજકોટના ભાજપના વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ગોવિંદ પટેલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ- ત્રણ બાળકોના મોતના મામલે ગુરુવારે બફાટ કરતાં એવું નિવેદન આપ્યું હતું કે, જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે અને બીમારી તો નિમિત બનીને આવે છે. રોગચાળામાં ત્રણ બાળકોનાં મોતની શરમજનક ઘટના બની છે, તેમાં સરકારની પણ જવાબદારી બને છે ત્યારે સરકારી તંત્રનો લૂલો બચાવ કરવા જતાં ગોવિંદ પટેલ ભાન ભૂલ્યા હતા અને વિચિત્ર પ્રકારનું નિવેદન આપતાં હાજર સૌ કોઈપણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે ફરી ફેરવી તોળ્યું હતું કે મારા શબ્દોમાં આવો કોઈ ઈરાદો ન હતો.