Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અત્યારે વિવાદમાં આવેલી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)ના ડાયરેકટર જનરલ અને મુખ્ય સચિવ બનવા માટેની હોડમાં છે એ અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાનાં બેવડાં ધોરણની નીતિ જરા ના સમજાય એવી છે: એમજીએલઆઈમાં ગેરકાયદે નિમણૂક પામેલાં મહિલા અધ્યાપક ડૉ.મીશા વ્યાસને તગેડી મૂકવાનાં પગલાં લેવા અને ભરતી કૌભાંડમાં ગેરકાયદે નિયુક્તિ પામેલાં બીજાં એક મહિલા અધ્યાપકની હકાલપટ્ટી કરવાની કાર્યવાહી કરવાને બદલે મિત્રા આ બંને મહિલા અધ્યાપકો પર એટલા મહેરબાન છે કે એમની લાયકાત ના હોવા છતાં એમને શિક્ષણના અભ્યાસક્રમોની જવાબદારી સોંપવામાં આવી છે, જયારે એક લાયકાતવાળા વરિષ્ઠ અધ્યાપક ડૉ.શૈલેન્દ્ર ઠાકુરને કોરોનાકાળમાં તગેડી મૂકવાનો નિર્ણય મિત્રાએ યુદ્ધના ધોરણે કર્યો હતો. એમજીએલઆઈમાં સતત એક વર્ષ કરતાં વધુ સમય માટે હાજરીપત્રકમાં ગેરહાજર નોંધાયેલાં મહિલા અધ્યાપક પાસેથી તેમણે પગાર પેટે લીધેલી મસમોટી રકમ વસુલવાને બદલે તેમને વિશેષ સવલતોનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. 
             કંડલા પોર્ટ ટ્રસ્ટના રૂપિયા ૫૭ લાખના કૌભાંડના સીબીઆઇ ખટલામાંથી ૧૯ વર્ષ પછી હજુ હમણાં જ વર્ષ ૨૦૧૯માં ક્લીન ચીટ મેળવનાર ૧૯૮૬ની બેચના આઇએએસ અધિકારી મિત્રાના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ ચાલતી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)ના ભરતી કૌભાંડના આરટીઆઈ હેઠળ ઉપલબ્ધ  દસ્તાવેજો ડૉ. મીશા વ્યાસની ગેરકાયદે નિમણૂક તથા બીજાં અધ્યાપિકા સતત વર્ષ સુધી ગેરહાજર રહ્યાનું પ્રતિપાદિત કરે છે. આ સઘળી બાબતો અંગે અદાલતી કાર્યવાહી કરતાં પૂર્વે કરવી પડતી જરૂરી રજૂઆતો  મિત્રા સહિત સરકાર  સમક્ષ કરાઈ હોવા છતાં તેમણે કોઈ પગલાં લેવાનું અકળ કારણોસર ટાળ્યું છે. આનાથી વિપરીત, ડૉ.ઠાકુર જેવા વરિષ્ઠ  અને લાયકાતવાળા અધ્યાપકને એકાએક નિર્દય રીતે કોરોનાના સંક્રમણ કાળ દરમિયાન ફરજિયાત  નિવૃત્ત કરી ઘર ભેગા કરવા સુધીની કાર્યવાહી મિત્રા થકી કરી દેવાઈ છે. 
            વિધાનસભામાં પણ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)ના ભરતી કૌભાંડનો મુદ્દો ઉઠાવાયો હતો અને તેની તપાસ અને  કાર્યવાહીની સરકાર તરફથી ખાતરી અપાયા છતાં રહસ્યમય કારણોસર એ બાબતમાં પગલાં લેવાને બદલે ઉપરથી ગેરકાયદે નિયુક્ત થયેલાં અધ્યાપકોને સરપાવ અપાય છે. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ) તરફથી આરટીઆઈ હેઠળ અપાયેલા દસ્તાવેજોમાં અધ્યાપક તરીકે ડૉ.મીશા વ્યાસની પસંદગી સમિતિએ પસંદગી નહીં કર્યાનું ફલિત થાય છે. પસંદગી સમિતિમાંના  નિષ્ણાત સભ્ય તરફથી અપાયેલા ગુણપત્રક સાથે ચેડાં કરીને સંસ્થાના ૮૨ વર્ષીય પ્રોફેસર ડૉ.બી.બી.પટેલના હસ્તાક્ષરવાળા દસ્તાવેજ પણ આરટીઆઈમાં  અપાયા હતા એટલું જ નહીં પસંદગી સમિતિના આ  વિષય નિષ્ણાત સભ્યે તો લેખિતમાં પણ આપ્યું છે કે મેં આપેલા ગુણ સાથે ચેડાં કરાયાં છે અને અમારી પસંદગી સમિતિએ ડૉ.મીશા વ્યાસની અધ્યાપક તરીકે પસંદગી કરી જ નહોતી.  
CREDIT - ડૉ.હરિ દેસાઈ, સંસ્થાપક નિયામક, સરદાર પટેલ સંશોધન સંસ્થાન-સેરલિપ,
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ