ભારતમાં ગેરકાયદે જુગાર અને સટ્ટાબજારનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ ખતરનાક ગતિએ વધી રહ્યો છે. ત્રણ જ મહિનામાં એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે માત્ર ચાર જ પ્લેટફોર્મ પેરીમેચ, સ્ટેક, ૧એક્સબેટ અને બેટરી ફર્સ્ટ પર જ ૧.૬૦ અબજ વિઝિટર્સ નોંધાયા હતા. ઈન્ટરનેટ મીડિયાના માધ્યમથી આ પ્લેટફોર્મ્સ સુધી પહોંચવાનો સૌથી વધુ પ્રયાસ થયો. વધુમાં બોલિવૂડ કલાકારો અને ઈન્ફ્લુએન્સર્સ દ્વારા સટ્ટાબજારના આ પ્લેટપોર્મ્સનો પ્રચાર કરવામાં આવતા તેનો પ્રસાર વધુ ઝડપી બન્યો છે.